એશ્વર્યા તેની પુત્રી આરાધ્યા સાથે મધ્યપ્રદેશના ઓરછા પહોચી, અને ત્યાં કરશે ફિલ્મ નું શુટિંગ

ફિલ્મ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન તેની પુત્રી આરાધ્યા સાથે મધ્યપ્રદેશના ઓરછા પહોચી છે. અહીની ઓરછા પેલેસ હોટેલમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એશ્વર્યા અહિયાં ૨૧ ઓગસ્ટ ના દિવસે યોજવામાં આવેલી મણીરત્નમ નિર્દેશિત સાઉથ ઇન્ડિયન ની ફિલ્મ પોન્નીયન સેલવન ના શુટિંગ માટે આવી છે. ફિલ્મ ની સ્ટાર જાતિમાં શામિલ અભિનેતા પ્રકાશ રાજ, અભિનેત્રી  ત્રિશા કૃષ્ણન તેઓ પહેલેથી જ ઓરછા આવી ગયા છે.

ઉલ્લેખનીય છે કે, પોન્નીય સેલવન એક એતિહાસિક એક્શન ડ્રામા ફિલ્મ છે. જે ખુદ મણીરત્નમે લખ્યું છે. આ સાથે મણીરત્નમ જ તેનું નિર્દેશન કરી રહ્યા છે. તેનું શુટિંગ ઓરછાની ૧૬મી અને ૧૭મી સદીના ભવ્ય મહેલો અને મંદિર માં કરવામાં આવી રહ્યું છે.

મણીરત્નમે આગાઉ અભિષેક બચ્ચન સાથે રાવણ ફિલ્મ નું શુટિંગ ઓરછામાં કર્યું હતું. આ માટે અભિષેક લગભગ અડધો સપ્તાહ ઓરછાની હોટેલ અમર મહેલમાં રોકાયા હતા. અને અહી અલગ અલગ લોકેશન પર શુટિંગ કરવામાં આવ્યું હતું. આ પછી ફરી એકવાર મણીરત્નમ તેની આગામી ફિલ્મ ના સુટ માટે એશ્વર્યા સાથે ઓરછામાં છે.

મધ્યપ્રદેશ ના એતિહાસ શહેર ઓરછા પછી ફિલ્મ નું શુટિંગ ગ્વાલિયર માં કરવામાં આવશે. બુંદલા શાસકો દ્વારા બાંધવામાં આવેલા ઓરછાના મહેલોમાં આલીશાન લોકેશન વચ્ચે પૂરી ફિલ્મ નું નિર્દેશન કરવામાં આવી રહ્યું છે.

નીવાડી જીલ્લા ના કલેકટર આશિષ ભાર્ગવ અને પ્રવાસન સાથે સંકળાયેલા સ્થાનિક અધિકારીઓ ફિલ્મ ડાયરેક્ટ મણીરત્નમને મળ્યા અને તેમને અન્ય ફિલ્મ ના શુટિંગ માટે પણ ઓરછા નું લોકેશન પસંદ કરવાનું કહ્યું. તેના પર નિર્માતા-નિર્દેશક મણીરત્નમે તેમના આગ્રહ ને સ્વીકારી અને આગામી દિવસોમાં કેટલીક ફિલ્મના શુટિંગ માટે ઓરછા આવવાની ખાતરી આપી.

ઓરછા ના એતિહાસ સ્મારકો અને રામરાજા ના મંદિર પર કોઈ ફિલ્મ શૂટ કરવામાં આવી હોય એવું પેહલી વાર નથી. છેલ્લા બે દાયકામાં ઓરછામાં એક ડઝન થી વધુ ફિલ્મનું શુટિંગ થયું છે. જેમાં હોલીવુડ ફિલ્મ સિંગુલેરીટી નો પણ સમાવેશ થાય છે.

બોલીવુડ ફિલ્મ રાવણ, બદ્રીનાથ કી દુલ્હનિયા, મંદબુદ્ધિ સહીત ઘણી ફિલ્મ આમાં સામેલ થાય છે. આ ઉપરાંત સ્લાઈસ ડ્રીંક ની જાહેરાત ના શૂટ માટે કેટરીના કૈફ પણ અહિયાં આવી હતી. તમને જણાવી દઈએ કે શુક્રવારે સાંજે એશ્વર્યા અને આરાધ્યા ને એરપોર્ટ છોડવા અભિષેક બચ્ચન આવ્યા હતા.

ઓરછા આવતા પહેલા એશ્વર્યા તેના નવા કલાકાર અને સાઉથ અભિનેતા સરથ કુમારના પરિવાર ને મળવા તેના ઘરે ગઈ હતી. સરથ ની પુત્રી એ એશ્વર્યા સાથે તેના પરિવારની તારીફ કરી હતી. આ મીટીંગની તસ્વીર સોશિયલ મીડિયા માં વાયરલ થઇ હતી.

 

 

 

Leave a Comment