એપ્રિલથી નવો નિયમ લાગુ, નવા વાહનો ખરીદવાના હોય તો ખરીદી લર્જો, વાહનોનું રજીસ્ટ્રેશન રિન્યુ કરાવવું 8 ગણું મોઘું..

દેશમાં ઘાતક સ્તરે જઈ રહેલા પ્રદૂષણને રોકવા માટે ભારત સરકાર તમામ પ્રયાસો કરી રહી છે અને આ માટે 1લી એપ્રિલથી નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. નવા નિયમ જૂના વાહન માલિકો માટે ખરાબ સમાચાર સાબિત થવાના છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1 એપ્રિલ, 2022 થી, 15 વર્ષ જૂના વાહનોનું રજીસ્ટ્રેશન રિન્યુ કરાવવું 8 ગણું મોંઘું થઈ જશે. નવા નિયમના દાયરામાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર બંને આવશે, આવી સ્થિતિમાં વાહન માલિકોએ ફિટનેસ ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે અને તેમણે રજીસ્ટ્રેશન રિન્યુ કરાવવા માટે ઘણું વધારે ચુકવવું પડશે.

 

ઉદાહરણ તરીકે, પહેલા 15 વર્ષ જૂની કારના રજિસ્ટ્રેશનને રિન્યૂ કરાવવા માટે 600 રૂપિયાનો ખર્ચ થતો હતો અને હવે તેનો ખર્ચ 5,000 રૂપિયા થશે, પહેલા જૂની બાઇક માટે 300 રૂપિયા ફી લેવામાં આવતી હતી, જે હવે વધારીને 1 હજાર રૂપિયા કરવામાં આવી છે. ટ્રક-બસની વાત કરીએ તો, 15 વર્ષ જૂના વાહનોનું રિન્યુ 1,500 રૂપિયામાં થતું હતું, જ્યારે હવે આ કામ માટે 12,500 રૂપિયાનો ખર્ચ થશે. અગાઉ, નાના પેસેન્જર વાહનોને રિન્યૂ કરવા માટે રૂ. 1,300નો ખર્ચ થતો હતો, પરંતુ હવે તેમને રિન્યૂ કરવા માટે રૂ. 10,000નો ચાર્જ લેવામાં આવશે.

 

ભારત સરકાર વાહનોના પ્રદૂષણને ઘટાડવા માટે લાંબા સમયથી સખત પ્રયાસો કરી રહી છે અને હવે આ મામલે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. તમામ ખાનગી અને કોમર્શિયલ વાહનોના વિન્ડશિલ્ડ પર ફિટનેસ સર્ટિફિકેટ પ્લેટ લગાવવી ફરજિયાત કરવામાં આવી છે. આ ફિટનેસ પ્લેટ વાહનોની નંબર પ્લેટ જેવી હશે, જેના પર ફિટનેસની એક્સપાયરી ડેટ સ્પષ્ટ રીતે લખેલી હશે. અહીં વાદળી સ્ટીકર પર પીળા રંગમાં લખેલું હશે કે વાહન કેટલા સમય સુધી ફિટ રહેશે. આ ફોર્મેટમાં તારીખ-મહિનો-વર્ષ (DD-MM-YY) દાખલ કરવામાં આવશે.

 

હાલમાં, જનતા અને હિતધારકો પાસેથી 1 મહિના માટે સૂચનો માંગવામાં આવ્યા છે, ત્યારબાદ સરકાર આ નિયમનો અમલ કરશે. સરકારના આ નિર્ણયમાં 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂના ખાનગી વાહનોને રસ્તા પરથી હટાવવાનો આદેશ આપવામાં આવશે. આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં 20 વર્ષથી જૂના 51 લાખ લાઇટ મોટર વાહનો અને 15 વર્ષથી જૂના 34 લાખ વાહનો ચાલી રહ્યા છે. સરકાર આ કાયદાનો ભંગ કરનાર વાહન માલિકો પર ભારે દંડ વસૂલવાની જોગવાઈ પણ કરી રહી છે.

Leave a Comment