એલન મસ્ક, વિશ્વના સૌથી અમીર વ્યક્તિ. ચંદ્ર અને મંગળ પર માનવ જીવન વસાવવાનું સપનું જોવાવાલા એલન મસ્ક જે ઈચ્છે તે બધુ ખરીદી શકે છે, પણ તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે હજી સુધી તેમની પાસે ઘર નથી.
તેઓ પોતાના મિત્રોના ઘરમાં ખાલી બેડરૂમમાં સુવે છે. હમણાં ક ટેડના ક્રિસ એન્ડરસનને આપવામાં આવેલ ઇંટરવ્યૂમાં એલન મસ્કએ આ રહસ્ય જણાવ્યું હતું કે તેમની પાસે રહેવા માટે એકપણ જગ્યા નથી અને તે પોતાના મિત્રોના ઘર પર રહે છે.
તેઓ હમેશાં કામમાં જ ડૂબેલ હોય છે. તે રજાઓ પણ નથી માણતા. જો તેમને કામને લીધે દેશોની યાત્રા કરવી પડે છે ટો તેઓ મિત્રોના ખાલી પડેલ બેડરૂમનો સહારો લે છે. સ્પેસ-એક્સના સ્થાપક અને ટેસ્લાના સીઇઓ એલન મસ્ક આ ઇંટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે તેમની પાસે બોટ પણ નથી અને તે કામમાંથી ક્યારેય રજા લેતા નથી. તેમણે જણાવ્યું હતું કે જો લોકોને લાગે છે કે હું મારી પોતાની ઉપર ઘણો ખર્ચ કરું છું તો તે બિલકુલ ખોટી વાત છે.
એલનએ ઇંટરવ્યૂમાં એ પણ જણાવ્યું હતું એવું નથી કે તેમની પાસે કશું જ નહીં તેમણે કહ્યું કે તેમની પાસે એક પર્સનલ પ્લેન છે, પણ તે પ્લેનનો ઉપયોગ એટલે કરે છે કે તેમનો સમય ખરાબ થાય નહીં. તે જલ્દી એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચી જાય. આ ઇંટરવ્યૂને ટેડના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ગયા રવિવારે શેર કરવામાં આવ્યો હતો. તેમના આ ઇંટરવ્યૂને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.