ભરૂચ માં એક પતિએ પોતાની પત્ની અને માત્ર 40 દિવસના પુત્રની કરપીણ હત્યા કરી નાંખી…

ગુજરાતમાં ગુનાખોરી તેણે બેફામ થઈ હોય તેવી ઘટનાઓ રોજેરોજ નોંધાવવા લાગી છે. હત્યા કરવી તો જાણે રમત વાત થઈ ગઈ હોય તેમ છાશવારે અત્યારે ઘટના પ્રકાશમાં આવતી રહે છે. હવે હત્યા કરવાનો વધુ એક બનાવ કચ્છમાં નોંધાયો છે. કચ્છમાં થયેલી આ હત્યાથી ભારે ચકચાર મચી છે. કારણ કે આ ઘટનામાં એક પતિએ પોતાની પત્ની અને માત્ર 40 દિવસના પુત્રની કરપીણ હત્યા કરી નાંખી છે.

 

કચ્છના ભચાઉ ખાતે બનેલી આ બેવડી હત્યા ની વિગતો જાણીને તમારા રુવાડા પણ ઉભા થઇ જશે. રાજ્યનો આ દિવસ કંપારી છોડાવી દે તેવો છે. કારણ કે એક જ દિવસમાં ચાર હત્યાની ઘટના નોંધાઈ છે. જેમાંથી આ કચ્છનો ડબલ મર્ડર કેસ સૌથી ચકચારી છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે કે એવું તે શું થયું કે એક પતિએ પોતાની પત્ની અને દીકરા ની હત્યા કરી નાખી.

 

આ ઘટનાક્રમની વિગતો પર નજર કરીએ તો મુળ બિહારનો રહેવાસી સંત કુમાર તેની પત્ની સજન ગોર અને નવજાત પુત્ર સાથે ભચાવ રહેતો હતો. સંત કુમાર અહીં શાકભાજી વેચીને ગુજરાન ચલાવતો હતો. થોડા સમય પહેલાં જ તેને રેલવેમાં મજૂરી કામ મળ્યું જેને લઇને તે પોતાના 40 દિવસ ના દિકરા અને પત્નિ સાથે બે અઠવાડિયા પહેલાં જ વોંધ ખાતે આવ્યો હતો. રેલવેમાં મજૂરી કામ કરવા માટે કોન્ટ્રાક્ટરે તેને લેબર કોલોની માં એક રૂમ આપ્યો હતો.

 

હત્યાની ઘટના બની તે દિવસે રાત્રે સાડાબાર વાગ્યાના સુમારે પતિ અને પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. જાણવા મળતી માહિતી અનુસાર તેની પત્નીને કોઇ સાથે આડા સંબંધ હતા જેના કારણે તે પિયર જવા માંગતી હતી. પરંતુ તેનો પતિ તેને પિયર મોકલવા તૈયાર નહોતો. જવાની વાત પર ઝઘડો એટલો વધ્યો કે સંતોષકુમાર એ ગુસ્સામાં તેની પત્ની અને 40 દિવસ ના દિકરા ની હત્યા કરી નાખી.

 

સંતોષ કુમાર ને જાણે હત્યા કરવાનો કોઈ અફસોસ ન હોય તેમ તેણે દિકરાની લાશ ને સફેદ કપડામાં વીંટાળીને નજીકમાં આવેલી બાવળની ઝાડીઓમાં ફેંકી દીધી. અને પત્નીની લાશને એક મોટા કોથળામાં ભરીને સગેવગે કરવા નીકળ્યો હતો. તે પોતાની પત્નીની લાશ ને ઠેકાણે ક્યાં પાડવી તે જોવા સાંજે ચાર વાગ્યા સુધી ભટકતો રહ્યો. આ દરમિયાન તેની હિલચાલ પર શંકા જતા આ બાબતે પોલીસની ટીમને જાણ કરવામાં આવી.

 

પોલીસે આરોપીને પકડીને પૂછપરછ કરી તો સમગ્ર ઘટના સામે આવી. ત્યાર પછી પોલીસે આરોપીની ઓરડી પર જઈને તપાસ કરી તો પોલીસને કોથળામાં પેક કરેલી લાશ મળી આવી. પોલીસે તુરંત જ તેને દબોચી લીધો અને પૂછપરછ કરી તો તેણે કહ્યું કે તેણે તેના દીકરાને પણ મારી નાખ્યો છે અને તેની લાશને બાવળ માં ફેંકી દીધી છે. પોલીસે તેને બતાવેલી જગ્યામાં જોયું તો કપડાં વીતેલી બાળકની લાશ પણ મળી આવે.

 

કચ્છમાં બનેલી આ ડબલ મર્ડર કેસની ઘટના ઉપરાંત સુરતમાં પણ સચિન વિસ્તારમાં એક હત્યાની ઘટના સામે આવી હતી જેમાં એક પત્નીએ તેના પાંચ વર્ષના બાળકની નજર ની સામે તેના પિતાને રહેંસી નાખ્યો. આ હત્યા માં કારણ એ હતું કે ઘર કંકાસ લઈને પતિ બીજા લગ્નની જીદે ચડ્યો હતો. પોલીસે હત્યા કરનાર પત્ની ની અટકાયત કરી લીધી હતી. આ સિવાય સુરતમાં જ રાંદેર વિસ્તારમાં સલીમ નામના યુવકને વ્યાજખોરે હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. આ સિવાય બનાસકાંઠામાં પણ એક હત્યાની ઘટના બની હતી જેમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરીને પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

Leave a Comment