બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાની કાર અકસ્માત, સારવાર માટે અભીનેત્રીને હોસ્પિટલમાં ખસેડીયા, અભિનેત્રીની હાલત ખરાબ…

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાની કારને અકસ્માત નડતાં અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અભિનેત્રીની કારને મુંબઈની બાજુમાં આવેલા પનવેલ વિસ્તારમાં અકસ્માત નડ્યો હતો, ત્યારબાદ સ્થળ પર હાજર MNS કાર્યકર્તાઓ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, આ વિસ્તારમાં ડ્રાઇવિંગ કરતી વખતે મલાઈકાના ડ્રાઈવરે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને તેની કાર MNS કાર્યકર્તાઓના ત્રણ વાહનો સાથે અથડાઈ હતી.

આ અકસ્માતમાં અભિનેત્રીની આંખોમાં ઈજા થઈ છે, જે બાદ તેને નવી મુંબઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. MNS અધિકારીઓએ પ્રાદેશિક સમાચાર વેબસાઈટને આ અંગે માહિતી આપી હતી. MNS કાર્યકર્તા જયરામ લંગડેના જણાવ્યા અનુસાર, તમામ કાર્યકર્તાઓ રાજ ઠાકરેની બેઠકમાં હાજરી આપવા પુણેથી મુંબઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન પનવેલ પાસે મલાઈકાની કાર બેલેન્સ ગુમાવી દેતાં તેની કાર પદાધિકારીઓના ત્રણ વાહનો સાથે અથડાઈ હતી

અભિનેત્રી મલાઈકા અરોરાએ શનિવારે બપોરે એક ફેશન ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેણે ઈન્સ્ટાગ્રામ પર ઈવેન્ટના તેના ફોટા અને વીડિયો પણ શેર કર્યા હતા. મલાઈકા બોલિવૂડનો જાણીતો અને લોકપ્રિય ચહેરો છે. અભિનેત્રી તેના કેટલાક પ્રખ્યાત ડાન્સ ગીતો જેમ કે છૈયા છૈયા, માહી વે, મુન્ની બદનામ વગેરે માટે જાણીતી છે. આ સાથે અભિનેત્રી ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ, ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર, ઝલક દિખલાજા જેવા ટેલેન્ટ શોમાં જજ તરીકે પણ જોવા મળી છે.

આ સિવાય અભિનેત્રી આ દિવસોમાં બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને પણ ચર્ચામાં છે. અભિનેત્રીએ પહેલા બોલીવુડ અભિનેતા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી બંનેને અરહાન નામનો પુત્ર છે, પરંતુ મલાઈકા અને અરબાઝના વર્ષ 2017માં છૂટાછેડા થઈ ગયા હતા, ત્યારબાદ અભિનેત્રી અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.

Leave a Comment