મહાભારતના ‘કૃષ્ણ’ નો રોલ ભજવનાર અભિનેતા નીતીશ ભારદ્વાજએ અને તેમની પત્ની સ્મિતા આઈએએસ ઓફિસરએ લીધા છૂટાછેડા…

એન્ટરટેઈનમેન્ટ જગતમાં આ દિવસોમાં બેક ટુ બેક ડિવોર્સના સમાચાર સાંભળવા મળી રહ્યા છે. થોડા સમય પહેલા જ નાના પડદાના ફેમસ કપલ સંજીદા શેખ અને આમિર અલીના છૂટાછેડા થઈ ગયા હતા, જેના કારણે તેમના ફેન્સ ઘણા દુઃખી હતા.

હાલમાં જ સાઉથના સુપરસ્ટાર ધનુષે પણ પત્ની ઐશ્વર્યાથી અલગ થઈને બધાને ચોંકાવી દીધા છે. હવે પૌરાણિક શો ‘મહાભારત’થી લોકપ્રિયતા મેળવનાર નીતિશ ભારદ્વાજના લગ્ન તૂટવાના સમાચાર આવી રહ્યા છે.

મહાભારતમાં ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવીને દેશભરમાં લોકપ્રિય બનેલા એક્ટર નીતિશ ભારદ્વાજ પોતાની પત્નીથી અલગ થઈ ગયા છે અને મામલો કોર્ટમાં છે.

તાજેતરમાં નીતીશે તેમના અલગ થવાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે છૂટાછેડા ખૂબ પીડાદાયક છે, જેમ કે એક અંગ કપાઈ ગયું છે. એક ઈન્ટરવ્યુમાં વાત કરતા નીતિશે કહ્યું કે, તેણે સપ્ટેમ્બર 2019માં મુંબઈની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી.

તમને જણાવી દઈએ કે નીતીશની પત્ની સ્મિતા ગેટે આઈએએસ ઓફિસર છે. બંનેને જોડિયા દીકરીઓ પણ છે. નીતિશે સ્મિતા સાથે બીજા લગ્ન કર્યા હતા જે 12 વર્ષ ચાલ્યા હતા. તેમના પ્રથમ લગ્ન 1991માં મોનિષા પાટિલ સાથે થયા હતા.

નીતિશને પ્રથમ લગ્નથી એક પુત્ર અને એક પુત્રી છે. નીતિશે 2005માં તેની પહેલી પત્નીથી છૂટાછેડા લીધા હતા. નીતિશના અભિનય કરિયરની વાત કરીએ તો, જ્યારે તેણે ‘મહાભારત’માં ‘કૃષ્ણ’નો રોલ કર્યો ત્યારે તે 23 વર્ષના હતા.

Leave a Comment