અભ્યાસક્રમમાં ગીતા ના પાઠ ભણાવવામાં આવશે તેવું જાહેર કર્યું, આ મુદ્દે ભાજપ સરકારનો વિરોધ કરતા ઘણા નેતાઓએ નિવેદન આપ્યા…

ગુજરાત સરકારે જ્યારથી અભ્યાસક્રમમાં ગીતા ના પાઠ ભણાવવામાં આવશે તેવું જાહેર કર્યું છે ત્યારથી સમગ્ર ભારતનું રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે ભાજપ સરકારનો વિરોધ કરતા ઘણા નેતાઓએ નિવેદન આપ્યા હતા આવો જ વિરોધ દિલ્હીના ડેપ્યૂટી મુખ્યમંત્રીની મનીશ સિસોદિયાએ કર્યો હતો.

 

તો મનિષ સિસોદિયા ઉપર વળતો પ્રહાર કરતાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે મદ્રાસા માં કુરાન ભણાવવામાં આવે છે તો મનીષ સિસોદિયા ત્યાં જઈને પ્રશ્ન કેમ નથી કરતા અને જ્યારે ગુજરાતમાં વિદ્યાર્થીઓના અભ્યાસ ક્રમમાં ગીતાના પાઠ નો સમાવેશ કરવામાં આવે છે ત્યારે તેઓ વાંધો ઉપાડે છે.

 

તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારનો નિર્ણય સારો છે તેથી તેનો વિરોધ કરવો યોગ્ય નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભારતમાં ગીતા અને રામાયણનો બક્વાસ કરતા લોકો કુરાન ઉપર સવાલ કરવાની હિંમત કરતા નથી.

 

તો અંતે તેમણે નિવેદનમાં એવું કહ્યું હતું કે સારા નિર્ણયનો વિરોધ કરતાં આપના નેતાઓ પોતાના સંસ્કારોનું પ્રદર્શન કરી રહ્યા છે ભગવાન કૃષ્ણ આવા લોકોને બુદ્ધિ આપે.

 

સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, શાળાના બાળકો ગીતાને સમજે, તેના જ્ઞાન અને મૂલ્યોને સમજે તે માટે ગીતા પર વકતૃત્વ સ્પર્ધા, શ્લોક ગાન અને સાહિત્યનું પણ આયોજન કરવામાં આવશે. આવા સમયે ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં ગીતા ભણાવવાની જાહેરાત કરવામાં આવી છે.

Leave a Comment