સુરતનું ગ્રીષ્માં હત્યાકાંડ જેવો જ કિસ્સો અમદાવાદમાં બન્યો, છરી થી પરણિત પ્રેમિકા ને મારી…

સુરત હોય કે રાજકોટ, વડોદરા હોય કે અમદાવાદ ગુજરાતમાં શહેર હોય કે ગામ જ્યાં જુઓ ત્યાં મહિલાઓની સુરક્ષાના પોકળ દાવાઓ થાય છે વાસ્તવમાં મહિલાઓની સુરક્ષા શૂન્ય છે.

તેમાં પણ સુરતની ગ્રીષ્માની હત્યા બાદ સરકાર તરફથી કોઇ આકરા પગલા ન લેવાતા ગૂનેગારો બેફામ બન્યાં હોય તેવી સ્થિતિ છે.

પ્રેમ સંબંધ મુદ્દે મહિલાઓની હત્યાના અવનવા બનાવો સામે આવી રહ્યા છે. અમદાવાદના માધુપુરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિને પણ મહિલાની કરપીણ હત્યાનો કેસ બન્યો છે.

અને આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસે પણ આ હત્યા પોલીસ સ્ટેશન થી 100 મીટર અંતરે થઇ હતી . આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો અને આ હત્યાની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

તો પોલીસ સ્ટેશનની સામે હત્યાને અંજામ આપ્યા બાદ હત્યારો પોતાની ઘરે ભાગી ગયો હતો અને ત્યાં જઈને તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઘરવાળાઓની સાવચેતી ને કારણે તે બચાવી લેવાયો હતો અને પોલીસે તુરંત તેની ધરપકડ કરી હતી.

તો એક તરફ વુમન્સ ડે ના દિવસે ફરીથી સુરતનું ગ્રીષ્માં હત્યાકાંડ જેવો જ કિસ્સો અમદાવાદમાં બન્યો છે અને આશ્ચર્યની વાત તો એ છે કે તે પણ પોલીસ સ્ટેશન ની સામે. ત્યારે પોલીસ અધિકારીઓ સતત પેટ્રોલીંગ ની વાત કરી રહ્યા હોય છે પરંતુ આ બધા દાવાઓ ખોટા સાબિત થઈ રહ્યા છે.

Leave a Comment