જાણો કેવું હોય છે IAS અધિકારીનું રોજિંદુ જીવન, મળે છે પી.એફ. ની સાથે સાથે આ વિશેષ સુવિધાઓ  

મિત્રો, આઈ.એ.એસ. એ એક એવુ પ્રતિષ્ઠિત પદ છે કે, જે આપણને યુ.પી.એસ.સી.ની પરીક્ષા ક્લિયર કર્યા બાદ મેરીટ લીસ્ટના આધાર પર પ્રાપ્ત થાય છે. આઇ.એ.એસ. ઓફિસર બનવુ એ એક ગર્વની વાત છે અને તે સિવાય આ પદ પર કાર્યરત વ્યક્તિને ખુબ જ સારી એવી સેલેરી મળે છે અને સાથે જ તેમને અન્ય સુવિધાઓ પણ મળે છે. આજે આ લેખમા અમે તમને એક આઈ.એ.એસ. ઓફિસરને કઈ-કઈ સુવિધાઓ પ્રાપ્ત થાય છે? તેના વિશે માહિતી મેળવીશુ.

ઘર : જે-તે રાજ્યમા રાજધાનીમા વિ.વિ.આઇ.પી. પ્રતિબંધિત ક્ષેત્રમા એક ડુપ્લેક્ષ બંગલો મળે છે અને તેમના રહેવા માટે સારી એવી સુવિધા આપવામા આવે છે.

સર્વિસ ક્વાર્ટર : જો જિલ્લા અથવા મુખ્યાલયમા અધિકારી તરીકે પોસ્ટિંગ થાય છે તો તેમને એક સર્વિસ ક્વાર્ટર પણ મળે છે પછી તેમને રાજ્યની રાજધાનીમા એક આવાસ પણ હોય.

ટ્રાન્સપોર્ટ : આ અધિકારીને ક્યાય પણ બહાર જવા તેમજ આવવા અને જરૂરી કામ માટે ટ્રાન્સપોર્ટ કરવા માટે કમ સે કમ એકવાર તેમજ વધુમા વધુ ત્રણવાર સરકારી વાહન ચાલક સહિત ટ્રાન્સપોર્ટ મળે છે. આ ગાડીઓ જાંબલી રંગની હોય છે. આ અધિકારીને આપવામા આવેલ વાહનની સુવિધામા ઇંધણ તેમજ તેને રાખવાનો ખર્ચ પણ ગવર્મેન્ટ ચુકવે છે.

સુરક્ષા : આ અધિકારી તેમજ તેમના પરિવારોને ઘણીબધી સુરક્ષા આપવામા આવે છે. રાજ્ય મુખ્યાલયમા નિયુક્ત આઈ.એ.એસ. અધિકારી અને ત્રણ હોમગાર્ડ તેમજ બે બોડીગાર્ડ પણ આપવામા આવે છે. ફક્ત એટલુ જ નહીં અમુક પરિસ્થિતિઓમા તેમની જાન પર ખતરો થવા ઉપર તેમના માટે એસ.ટી.એફ. કમાન્ડોને પણ તૈનાત કરવામા આવી શકે છે.

બિલ : આ અધિકારીને સામાન્ય ઘરેલુ કામ માટે પણ કોઈપણ ચુકવણી કરવાની આવશ્યકતા પડતી નથી. ઉદાહરણ રૂપે તેમના ઘરે ગવર્મેન્ટ દ્વારા મળેલા ઘર વીજળીનુ સંપૂર્ણ બિલ મફત એટલે કે વધુ સબસીડી ઉપલબ્ધ કરાવવામા આવે છે. આ સિવાય તે ફોન પણ ફ્રી મા વપરાશ કરી શકે છે.

ટ્રાવેલ : આ અધિકારી અને તેના પરિવારને બહાર ટ્રાવેલિંગ કરતા સમયે  રકારી બંગલો અથવા તો વિશ્રામ ગૃહ અમુક નિશ્ચિત દર પર આપવામા આવી શકે છે.

અભ્યાસ માટેની છૂટછાટ : આ ઉપરાંત અભ્યાસ માટે આ ઓફિસરને બે થી ત્રણ વર્ષનું અભ્યાસ માટેનુ અવકાશ પણ મળી રહે છે. જેમા રજા ઉપર હોવા છતા પણ તેમને સેલેરી મળી રહે છે. તેમના અંતર્ગત આ અધિકારી કોઈપણ વિદેશી વિદ્યાલયમા અભ્યાસ કરવા માટે ચાર વર્ષ અવકાશ લઈ શકે છે. આ સિવાય તેમનો અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવે છે.

અન્ય સુવિધાઓ : આ અધિકારી ઘણી અન્ય સુવિધાઓ જેમકે, પી.એફ. સેવાઓ, ગ્રેચ્યુઈટી, જીવનભર પેન્શન અને બીજી અન્ય સેવામા નિવૃત્તિ લાભ મળે છે. આ સિવાય તેમને તેમના અધિકારી ક્ષેત્રના અંતર્ગત આયોજિત બધા જ પ્રમુખ કાર્યક્રમોમાં આમંત્રિત કરવામાં આવે છે.