મિત્રો, જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, આપણો દેશ એ પૌરાણિક ધર્મ અને આધ્યાત્મિકતા પર ચાલનાર દેશ છે. આપણા દેશમા અનેકવિધ પ્રકારના જુદા-જુદા ધર્મનુ અનુસરણ કરતા લોકો વસવાટ કરે છે અને તેના કારણે જ આપણા દેશ માટે “વિવિધતામા એકતા” નુ સૂત્ર ઉચ્ચારણ કરવામા આવે છે. અહી દરેક ધર્મ લોકો પોતપોતાના ધર્મ મુજબના અમુક વિશેષ નીતિનિયમોનુ પાલન કરે છે,
જે તેમના શાસ્ત્રોમા દર્શાવવામા આવેલા હોય છે. દરેક ધર્મના નીતિ-નિયમો જુદા-જુદા હોય છે તેમ તેમના શાસ્ત્રો પણ જુદા-જુદા હોય છે. જે નીતિ-નિયમ એક ધર્મમા શ્રદ્ધાના સ્વરૂપે જોવામા આવતો હોય છે તો તે જ નિયમ બીજા ધર્મમા અંધશ્રદ્ધાના સ્વરૂપે જોવામા આવતો હોય છે.
ત્યારે આજે આપણે જ્યોતિષશાસ્ત્રમા દર્શાવેલા અમુક એવા વિશેષ નીતિ-નિયમો વિશે જણાવીશુ કે, જેણે કોઈપણ ધર્મનો કે કોઈપણ ઉમરનો વ્યક્તિ અજમાવી શકે છે અને તેના જીવનની અનેકવિધ સમસ્યાઓથી મુક્તિ મેળવી શકે છે અને તેમના જીવનમા સુખ અને સમૃદ્ધિનુ આગમન થાય છે તો ચાલો જાણીએ કઈ છે આ બાબતો.
એવી અનેકવિધ બાબતો આપણા જીવનમા બને છે, જેને અવગણવામાં આવે છે પરંતુ, તેમની સીધી અસર તમારા જીવન પર કોઈક રીતે થાય છે. આપણા પૌરાણિક શાસ્ત્રમા અમુક વિશેષ નીતિ-નિયમો જણાવવામા આવેલા છે, જેનુ પાલન કરીને તમે તમારા જીવનમા અઢળક પ્રગતિ મેળવી શકો છો.
જો તમે તમારા જીવનમા પ્રગતિ કરવા ઈચ્છો છો તો તમારે અમુક વિશેષ નીતિ-નિયમોનુ પાલન કરવુ પડશે અને તમે તેને પણ તોડી શકતા નથી, પછી તે સ્ત્રીઓ હોય કે પુરુષ આ નિયમોનુ ધ્યાન રાખીને જીવનમાં આગળ વધવું પડશે.
નહિતર તમે તમારા જીવનમાં ક્યારેય પ્રગતિ ન કરી શકો, તો ચાલો જાણીએ કયો નિયમ છે કે, જેને અપનાવવામા શરમ ના આવવી જોઈએ. ક્યારેય પણ પૈસાને લઈને કોઈપણ પ્રકારની શરમ અનુભવવી જોઈએ નહિ.
જો તમે તમારા સંબંધીને ઉધાર નાણા આપ્યા હોય તો તે નાણા પાછા માંગવામા ક્યારેય પણ શરમ અનુભવશો નહિ. તમારે તેમને પૂછવાની સ્વતંત્રતા અનુભવવી જોઈએ. જો તે તમને પ્રેમથી પૈસા નથી આપતા તો તમારે કોઈ બીજી રીતે પણ તમારા પૈસા તેમની પાસેથી લઇ લેવા જોઈએ.
જો તમે કોઈના ઘરે મહેમાન તરીકે આવ્યા છો અને તેમણે તમને થોડું ભોજન આપ્યું છે તો જરાપણ શરમ અનુભવ્યા વિના તમારી આવશ્યકતા મુજબનુ ભોજન માંગી લેવુ અને ત્યારબાદ તેનુ સેવન કરવુ નહીંતર તમારી ભૂખ મારી જશે અને તમને ભોજન કર્યાની સંતુષ્ટિ પણ પ્રાપ્ત થશે નહિ.
એવુ કહે છે કે, અભ્યાસ કરવાની કોઈ ઉંમર હોતી નથી. જો તમારી અંદર ભણવાની ચાહ હોય તો તમે કોઈપણ ઉંમરે અભ્યાસ કરી શકો છો. વિદ્યાને સૌથી મૂલ્યવાન માનવામા આવે છે તેથી, તેની કોઈ કિંમત નથી. તમે જ્યારે પણ અનુભવો છો ત્યારે શાળા અથવા તો કોલેજમાં અથવા ઘરે બેસીને પણ ઓનલાઇન અભ્યાસ કરી શકો છો.