આશા ભોંસલે ‘અનુપમા’ સીરીયલની મોટી ફેન છે અને તે જુએ છે દરેક એપિસોડ

રૂપાલી ગાંગુલી સ્ટારર ફેમસ ટીવી શો અનુપમા ધીમે ધીમે દરેક પરિવારમાં છવાઈ ગયો છે. શો એટલો લોકપ્રિય બની ગયો છે કે ટીઆરપીની યાદીમાં પણ તેને દરરોજ ટોચ પર સ્થાન મળે છે.

પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ શોના ચાહકો માત્ર સામાન્ય પ્રેક્ષકો જ નહીં પણ બોલીવુડની પીઢ ગાયિકા આશા ભોંસલે (રૂપાલી ગાંગુલી) પણ છે. તેણી આ સિરિયલનો એક પણ એપિસોડ ચૂકી નથી અને હવે તેણે આ શોને લઈને મેકર્સ પાસેથી મોટી માંગ કરી છે.

તમને જણાવી દઈએ કે આ શોના નિર્માતા રાજન શાહી છે. તાજેતરમાં જ તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બોલિવૂડની સદાબહાર ગાયિકા આશા ભોંસલેએ તેના શોની પ્રશંસા કરી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા રાજન શાહીએ કહ્યું છે કે, ‘આશા ભોસલેએ મને થોડા સમય પહેલા ફોન કર્યો હતો.

વાત કરતી વખતે, આશા ભોંસલેએ મારા શો ‘અનુપમા’ની ઘણી પ્રશંસા કરી. તે મારા માટે અદ્ભુત લાગણી હતી. આશા ભોંસલે અને તેની ચર્ચા વર્ણવતા રાજને કહ્યું, ‘તેણીએ મને કહ્યું છે કે તે સિરિયલ’ અનુપમા’ની મોટી ચાહક છે.

કારણ કે આ શોમાં ભારતીય પરિવાર અને સંસ્કૃતિની છબી જોવા મળે છે. તેણે એમ પણ કહ્યું કે તે આજ સુધી સિરિયલનો એક પણ એપિસોડ ચૂકી નથી. અમે બંનેએ અનુપમા સિરિયલ વિશે લાંબા સમય સુધી વાત કરી. આશા ભોંસલેએ કહ્યું છે કે અનુપમાના દરેક પાત્રનો અલગ દૃષ્ટિકોણ છે.

રાજન શાહીએ જણાવ્યું છે કે આશા ભોંસલેએ પણ તેમની પાસેથી માંગણી કરી છે. તેમણે કહ્યું છે કે, ‘આશા ભોંસલે ઈચ્છે છે કે અનુપમા સિરિયલ એક કલાક માટે ટીવી પર પ્રસારિત થાય. એટલું જ નહીં, આશા ભોંસલેએ મારી માતા દીપા શાહીને પણ અભિનંદન પાઠવ્યા હતા. મારી માતા દીપા શાહી સિરિયલ અનુપમાની નિર્માતા છે.

 

Leave a Comment