આજથી બેંકના નિયમમાં મોટો બદલાવ ! હવે 10 હજારથી વધુ જમા કરાવવા પર વધારાનો ચાર્જ લાગશે

આજથી નવા વર્ષનો પ્રારંભ થયો છે. આ સાથે આજથી ઘણા મોટા નિયમો પણ બદલાયા છે. આ ક્રમમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)ના ગ્રાહકોને પણ આજથી મોટો ઝટકો લાગ્યો છે.આજથી આ બેંકના ખાતાધારકોએ એક મર્યાદાથી રોકડ ઉપાડવા અને જમા કરાવવા માટે ચાર્જ ચૂકવવો પડશે.

બેંકે માહિતી આપી હતી
નોંધનીય છે કે IPPBમાં ત્રણ પ્રકારના બચત ખાતા ખોલવામાં આવે છે. આ બેંકમાં અન્ય ઘણી સુવિધાઓ આપવામાં આવે છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બેઝિક સેવિંગ્સ એકાઉન્ટમાંથી દર મહિને ચાર વખત રોકડ ઉપાડવાનું મફત છે. પરંતુ આજથી ગ્રાહકોએ દરેક ઉપાડ પર ઓછામાં ઓછા 25 રૂપિયા ચૂકવવા પડશે. તમને જણાવી દઈએ કે બેઝિંગ સેવિંગ્સ એકાઉન્ટ પર પૈસા જમા કરાવવા પર કોઈ ચાર્જ લાગશે નહીં.

હવે આટલા પૈસા ચૂકવવા પડશે?
આ બેંકમાં બચત અને ચાલુ ખાતામાં મહિનામાં 10,000 રૂપિયા જમા કરાવવા પર કોઈ ચાર્જ લાગશે નહીં. બેંકે કહ્યું કે આ મર્યાદાથી વધુ જમા કરાવવા પર ગ્રાહકો પાસેથી વધારાનો ચાર્જ લેવામાં આવશે. મૂળભૂત બચત ખાતા સિવાયના અન્ય બચત ખાતા અને ચાલુ ખાતામાંથી દર મહિને 25,000 રૂપિયા ઉપાડવા પર કોઈ ચાર્જ લાગશે નહીં. તે જ સમયે, જ્યારે પણ તમે ફ્રી લિમિટ પછી પૈસા ઉપાડો છો, ઓછામાં ઓછા 25 રૂપિયા ચાર્જ કરવા પડશે.

IPPBની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આ તમામ નિયમો 1 જાન્યુઆરી 2022થી એટલે કે આજથી લાગુ થઈ ગયા છે. આજથી ગ્રાહકોને વધુ પૈસા ચૂકવવા પડશે. GST/CESS અલગથી વસૂલવામાં આવશે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે અગાઉ 1 ઓગસ્ટ, 2021ના રોજ ડોરસ્ટેપ બેંકિંગ ચાર્જીસના નવા દરો લાગુ કર્યા હતા.

Leave a Comment