આજકાલ દૈનિક જીવનમાં ચાલી રહેલી સમસ્યા થી લગભગ ઘણા લોકો પરેશાન રહેતા હોય છે. અમુક લોકો ને તો હંમેશા માટે શરદી ઉધરસ રહેતી હોય છે. જેના કારણે ખુબ જ પરેશાન રહે છે. યુવાનોમાં વધતો સ્ટ્રેસ પણ આની પાછળનું એક કારણ છે.
આ પરેશાની માંથી છુટકારો મેળવવા માટે આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે આદું. આ આદું ના સેવનથી ઘણી સમસ્યા માંથી રાહત મળી શકે છે. આદું ના સેવનથી શરદી કે ઉધરસ જ નહિ પરંતુ માઈગ્રેન જેવી સમસ્યા પણ દુર થઇ જાય છે.
માઇગ્રેનની સમસ્યા થાય ત્યારે માથાના એક ભાગમા દુખાવો થાય, ચક્કર આવે સાથે સાથે ખુબ જ પ્રકાશ, તડકો, કોઇ ગંધ, અવાજ પ્રત્યે દર્દીની સંવેદનશીલતા વધી જાય છે. તો ચાલો જાણી લઈએ આદુના સેવનથી કેવા પ્રકારના ફાયદા થઇ શકે છે.
શરદી, ઉધરસ અને કફમાં આરામ આપે છે આદું : આદુ ની ચા પીવાનું ખુબ જ લાભકારી હોય છે. આદું ની ચા શરદી, ઉધરસ, કફ, માથાનો દુખાવો અને છાતી ના દુખાવા ને દુર કરે છે. આદુ ની ચા પીવાથી પણ મન એકદમ બરાબર થઇ જાય છે.
ગેસમાં રાહત અપાવે છે આદું :- આદુ નું સેવન કરવાથી તંદુરસ્તી ને ઘણા પ્રકારના ફાયદા પહોંચે છે. આદું મોટા આતરડા માં રહેલા બેક્ટેરિયા ને વધવાથી રોકે છે, જેનાથી ગેસ માં રાહત મળે છે.
કેન્સર થી બચવા માટે મદદરૂપ છે આદું : આદું માં એન્ટી ઓક્સીડેન્ટ પર્યાપ્ત માત્રા માં હોય છે. એના સેવન થી કેન્સર થી બચવામાં મદદરૂપ થાય છે.
માઈગ્રેન માં આરામ અપાવે છે આદું : આદુ નો ઉપયોગ માઈગ્રેન ના રોગી પોતાનું દર્દ ભગાડવા માટે કરી શકાય છે. માઈગ્રેન ની સમસ્યા માં એક લીંબુના રસમાં અડધી ચમચી આદું નો રસ મિક્ષ કરીને પીવાથી ઘણો લાભ થાય છે. તમે આદુ ની ચા પણ પીઇ શકો છો.
આદું કરે છે બ્લડ શુગર લેવલ ને કંટ્રોલ : આદું મુખ્ય રીતે લોહી માં શર્કરા ના સ્તર ને નિયંત્રિત કરવાનું કામ કરે છે. ડાયાબિટીસ થી આપણા શરીર ના મુખ્ય અંગ પ્રભાવિત થાય છે, એવામાં આદું નો રસ ખુબ જ ફાયદાકારક છે.
સાંધા નો દુખાવો અને સોજા માં આરામ અપાવે છે આદું : તાજું આદું પીસી ને દુખાવો થતો હોય તે સાંધા અને મસલ્સ પર લેપ લગાવવાથી સોજો અને દુખાવો બંને માં આરામ મળે છે. લેપ જો ગરમ કરીને લગાવવામાં આવે તો જલ્દી અસર થાય છે.
પાચનતંત્ર સુધારે છે આદું :- આદુ નું સેવન કરવાથી પાચન ક્રિયા પર સારી અસર પડે છે અને તેને ખાવાથી ખાવાનું સરળતાથી પચી જાય છે. આદું પાચન કરવાનું કામ કરે છે, પરંતુ ઉનાળા માં એનું વધારે પડતું સેવન ન કરવું, કારણ કે એની તાસીર ગરમ હોય છે એટલે આદું શરીર માં ગરમી વધારે છે.