હિંદુ ધર્મમાં દરેક વર્ષે દિવાળીનો ત્યોહાર ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. દિવાળીનો દિવસ દરેક વર્ષે ખુશિયોથી ભરેલો હોય છે. બજારથી લઈને ઘરને શણગારવા સુધી રોનક જોવા મળતી હોય ચે. દિવાળીના પહેલાથી જ દરેક ઘરમાં સાફ સફાઈ કરવામાં આવતી હોય છે કારણ કે લક્ષ્મી પૂજન ના દિવસે માતા લક્ષ્મી ઘરમાં વિરાજમાન થતી હોય છે. પરંતુ, લક્ષ્મી માતા ને ખુશ રાખવા માટે તમારે કેટલીક વાતો નું ધ્યાન રાખવાની જરૂરીયાત છે.
આ વર્ષે દિવાળીનો તહેવાર 14 નવેમ્બર એટલે કે શનિવારે મનાવવામાં આવશે. લક્ષ્મી પૂજા ના દિવસે લક્ષ્મી માતાના આશીર્વાદ મેળવવા માટે લક્ષ્મીમાતાને આ વસ્તુ ચઢાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી ધનમાં બરકતા આવે છે અને લક્ષ્મા પૂજાના દિવસે આ 5 વસ્તુ દેખાવા પર એવું માનવામાં આવે છે કે, તમને લક્ષ્મી માતાના આશીર્વાદ મળવાના છે. તો ચાલે જાણીએ તેના વિશે. દિવાણી પૂજા ના દિવસે લક્ષ્મી માતાને કઈ વસ્તુ ચઢાવવી જરૂરી છે. પતાશા દિવાળીના દિવસે પૂજામાં કેટલીય મીઠાઈઓ લક્ષ્મા માતાજીને ચઢાવવામાં આવતી હોય છે,
પરંતુ તેમાંથી લક્ષ્મીજીને પતાશા ખૂબ જ પસંદ હોય છે. એટલા માટે કેટલાય લોકો લક્ષ્મી પૂજન પર ફળ અને બીજી મીઠાઈઓ ની સાથે સાથે પતાશા પણ ચઢાવતા હોય છે. કમળનું ફૂલ માતા લક્ષ્મી હંમેશા કમળના ફૂલ પર વિરાજમાન હોય છે કારણ કે કમળનું પૂલ લક્ષ્મીજીને ખૂબ જ પસંદ હોય છે. બજારમાં કમળનું ફૂલ આપણને આસાનીથી મળી જતુ હોય છે માટે પૂજા દરમિયાન કમળનુ ફૂલ ચઢાવવું જોઈએ. મોગરાનું ફૂલ લક્ષ્મી માતાને સફેદ ફૂલ પણ ખૂબ જ પસંદ હોય છે. અને મોગરા સફેદ રંગના ફૂલ છે. એટલા માટે પૂજાની થાળીમાં તૈયાર કરતા સમયે મોગરાના ફૂલ જરૂરથી થાળીમાં રાખવા જોઈએ.
અને પૂજા દરમિયાન તે ફૂલ ચઢાવવા જોઈએ. લાલ કપડામાં હળદરની ગાંઠ જો તમે ઘરમાં ધનની વૃદ્ધિ કરવા માંગતા હોય તો લાલ કપડામાં હળદરની ગાંઠ બાંધીનેલક્ષ્મી પૂજન ના દિવસે લક્ષ્મીજીના ચરણોમાં રાખીને પૂજા કરવી જોઈએ. અને બિજા દિવસે તે ગાંઠ તિજોરીમાં રાખવી જોઈએ. એવું કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને મંગળકાર્યોની તક મળે છે. કઈ પાંચ વસ્તુ દેખાઈ દેવાથી મળે છે લક્ષ્મીજીના આશિર્વાદ સવારના સમયમાં ગાય ગાયને ભગવાનનું રૂપ માનવામાં આવે છે એટલા માટે સવારના સમયમાં ગાય દેખાય તો એનો મતલબ એમ થાય કે મોટી પરેશાનિથી મુક્તિ મળી છે આપણા પર કોઈ આફત હતી જે ટળી ગઈ છે.
ગરોળી નજર આવવી દિવાળીના દિવસે દિવાલ ઉપર ગરોળી દેખાય કે પછી તે માથા પર પડવાથી લક્ષ્મી માતાના આશિર્વાદ મળે છે. એવું માનવામાં આવે છે કે ગરોળી દેખાવા પર ઘરની ધન બાબતની દરેક સમસ્યાઓ દૂર થાય છે. દિવાળીની રાત્રે બિલાડીના દર્શન થવા દિવાળીની રાત્રે જો તમને બિલાડીના દર્શન થાય છે તો માતા લક્ષ્મી નો તે સંકેત છે કે જીવનમાં ધનથી આવનાર દરેક દૂખ ચાલ્યા ગયા છે. દિવાળીના દિવસે બિલાડી દેખાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
માતા લક્ષ્મીનું વાહન ઘૂવડ પૌરાણિક કથાઓમાં જણાવવામાં આવ્યુ છે તે પ્રમાણે કે ઘૂવડ છે તે માતા લક્ષ્મીજીનું વાહન છે, એટલા માટે ઘૂવડને પણ ખૂબ જ શૂભ માનવામાં આવે છે. છછુંદર દેખાવાથી વ્યાપારમાં થાય છે વૃદ્ધિ એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે જો તમને છછુંદર દેખાય છે તો એનો મતલબ એવો થાય છે કે , તમારે વ્યાપારમાં વૃદ્ધિ થવાની છે. છછુંદરને શુભ માનવામાં આવે છે. કારણ કે તેને જોવાથી ધનની પ્રાપ્તિ થાય છે.