આ કારણોસર બગડી હતી આ પ્રખ્યાત અભિનેત્રીની જીંદગી, મળ્યું હતું ખૂબ જ ભયાનક મોત…

ફિલ્મી દુનિયા દૂર થી જેટલી શાનદાર અને ચમકતી લાગે છે જો તેણે નજીક થી જોવામાં આવે ત્યારે તે ઘણી વાર ખૂબ જ પીડાદાયક હોય છે. ફિલ્મ જગતમાં આવા ઘણા સ્ટાર્સ રહ્યા છે જેઓ તેમના સમયમાં હિટ ફિલ્મો આપીને શાસન કરતા હતા. જોકે તેમનો અંતીમ સમય ખૂબ જ પીડાદાયક હતો. આવી જ એક અભિનેત્રી નિશા નૂર હતી

નિશા નૂર તેના સમયની હિટ અભિનેત્રી રહી છે. પોતાના સમયની તેજસ્વી રહેલી અભિનેત્રી જેને એવું મોત નસીબ થયું હતું કે.. આ વિશે સાંભળીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે, જ્યારે તમે પણ તેમના મૃત્યુની વાર્તા સાંભળશો , ત્યારે તમે સંપૂર્ણપણે હચમચી ઉઠશો. ચાલો આજે તમને આ અભિનેત્રી વિશે જણાવીએ… 80 ના દાયકામાં નિશા નૂર દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગની લોકપ્રિય હસ્તી બની હતી.

એવું કહેવામાં આવે છે કે આ યુગમાં નિશા નૂરનો સિક્કો દક્ષિણ ભારતીય ફિલ્મોમાં ચાલતો હતો. તેના સમયમાં નિશાએ દક્ષિણ ભારતીય ફિલ્મ્સના સુપરસ્ટાર કમલ હાસન જેવા ઘણા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી હતી.

એવું કહેવામાં આવે છે કે નિશા નૂર લાંબા સમય સુધી ફિલ્મ જગતમાં સક્રિય નહોતી રહી શકી. દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કેટલાક વર્ષો કામ કર્યા પછી, નિશાએ ફિલ્મના પડદેથી અંતર ઓછું કરી લીધું હતું. એવું કહેવામાં આવે છે કે, તેણે કામ મળવાનું બંધ થય ગયું હતું

અને તેના કારણે તેને આર્થિક સંકટનો પણ સામનો કરવો પડ્યો હતો. નિશાએ તેની ફિલ્મી કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી હતી. 1981 ની ફિલ્મ ‘ટિક!ટિક! ટિક! ’, 1990 માં આવેલી ફિલ્મ ‘અય્યર ધ ગ્રેટ’, 1986 માં આવેલી ફિલ્મ ‘કલ્યાણ અગાતિગલ’ વગેરે. નિશા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ.

તે દરમિયાન એવા સમાચાર પણ મળ્યા હતા કે કોઈએ તેમને વેશ્યાવૃત્તિના દળમાં ધકેલી દીધી હતી. 2007 માં નિશા નૂર દરગાહની બહાર મળી આવી ત્યારે હંગામો મચી ગયો હતો. તેની હાલત એવી હતી કે તેના શરીર પર જંતુઓ હતા.

કીડીઓ ચોંટેલી હતી જ્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તે એડ્સથી પીડિત છે. એવું કહેવામાં આવતું હતું કે તેને વેશ્યાવૃત્તિને કારણે એચ.આય.વી એઈડ્સ થય ગયો હતો. અંતિમ સમય માં નિશા એવી થઈ ગઈ હતી કે તેનો ચહેરો પણ ઓળખી શકાયો નહોતો.

ધીરે ધીરે નિશાની તબિયત લથડવાનું શરૂ થયું અને વર્ષ 2007 માં નિશા આ જ દુનિયામાંથી ચાલી ગઈ.તેને ખૂબ જ પીડાદાયક અને ખરાબ મોત નસીબ થયું હતું. આખરે નિશા એઇડ્સ જેવી ગંભીર બીમારીથી હારી ગઈ. જણાવી દઈએ કે, નિશા તેની અદાકારી તેમજ તેની સુંદરતા માટે પણ જાણીતી હતી.

Leave a Comment