વિયેતનામમાં ખાવાનું રજૂ કરવાની વિશેષ પ્રથા શરૂ થઈ છે. અહીં ટેડ્રિશનલ વાનગીઓને સિક્કા આકારની પ્લેટ અને બાઉલમાં રજૂ કરવામાં આવે છે. તેને ફૂડ મિનિએચર કહેવામાં આવે છે. તેને તૈયાર કરવાનું કામ વિયેતનામની આર્ટિસ્ટ નગુએન થી કરી રહી છે.28 વર્ષની નગુએને તેની શરૂઆત એક વર્ષ પહેલા કરી હતી. તેને અહીંનું ખાવા-પીવાનું વધારે પસંદ છે, તેથી તેને રજૂ કરવા માટે તેની શરૂઆત કરી. ખાવાના વિવિધ મોડલ તૈયાર કરવામાં 90 ટકા ક્લે અને 10 ટકા લિક્વિડ પ્વાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. તેને જોઈને કહેવું મુશ્કેલ છે કે તે નકલી છે.
નગુએનના જણાવ્યા પ્રમાણે, દરેક મોડલને તૈયાર કરવામાં વિવિધ પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે. તેને સાફ રાખવા સિવાય ખાવાના ટેક્સ્ચરને બતાવવા માટે એક એક વસ્તુઓને ઝીણવટથી તૈયાર કરવી પડે છે.નગુએનની આસિસ્ટન્ટ નગાન હા પણ તેના કામમાં તેની મદદ કરે છે. એણા જણાવ્યા પ્રમાણે, ખાવાના દરેક મોડલને એટલી ઝીણવટથી તૈયાર કરવામાં આવે છે કે લોકો તેને અસલી ફૂડ સમજે છે. એક ફૂડ મોડલની કિંમત 6 હજાર રૂપિયા સુધી હોય છે.
નગુએનએ આર્કિટેક્ચરમાંથી સ્નાતક થયા પછી તેની શરૂઆત કરી છે. તેના જણાવ્યા પ્રમાણે, ભલે મેં આર્કિટેક્ચરમાં ગ્રેજ્યુએશન કર્યું હોય,પરંતુ ફૂડ ક્રાફ્ટનો નિર્ણય ખોટો નથી. હું કામને વધુ સારું કરવા માગુ છું. હું વિયેતનામની સુંદર સંસ્કૃતિ બતાવવામાં લોકોની મદદ કરવા માંગું છું.
નગુએન થીના જણાવ્યા પ્રમાણે, વિયેતનામમાં ફૂડમાં ઘણી વેરાયટી છે. દરેક વાનગીની એક અલગ વિશેષતા છે. હું ઈચ્છું છું કે લોકો દેશી ખાવાના આ અંદાજથી પરિચિત થાય. તેમને દેશી ફૂડના સ્વાદની ખબર પડે એટલા માટે તેની શરૂઆત કરી. વિયેતનામની ઘણી ડિશ એવી છે જેનું નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય પરંતુ વિશ્વભરના લોકોને આ વાનગીઓ વિશે ઓછી ખબર છે. જેમ કે સ્વીટ રાઈસ ડેઝર્ટ કહેવામાં આવતી ડિશ ‘છે કોમ’. નગુએનના જણાવ્યા પ્રમાણે, ડિશ તૈયાર કરવા માટે ઘણા પ્રકારની વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે.