જાણો કઈ અભિનેત્રી એમની માતાને કારણે ટોપ પર, આ અભિનેત્રીઓ છે જાણો…

એક માતા માટે તેના બાળકોથી વધુ સ્પેશિયલ બીજું કશું જ નથી હોતું. તે બાળપણથી બાળકોને ઘણું બધુ શિખવાડતી હોય છે જેથી જ્યારે તે બાળક મોટું થાય તો તે પોતે પોતાના પગ પર ઊભું રહી હસકે. આજે અમે તમને બૉલીવુડની એવી જ માતા વિષે જણાવી રહ્યા છે. આ બૉલીવુડ માતાઓએ પોતાના બાળકો માટે કર્યું એવું કે આજે તેઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે.

 

તનુજા અને કાજોલ : તનુજા એ 60 અને 70ના દશકની એક ખૂબ લોકપ્રિય અભિનેત્રી હતી તેમની અભિનય સ્કિલ એ કાજોલએ અપનાવી અને 90 ના દાયકામાં કાજોલ પણ એક ટોપની અભિનેત્રી રહી, પણ બીજી બાજુ તનુજાની બીજી દીકરી એ અભિનય ક્ષેત્રે બહુ ખાસ કામ કરી શકી નહીં.

 

બબીતા અને કરિશ્મા-કરીના : રણધીર કપૂરની પત્ની અને એક સમયની અભિનેત્રી બબીતા કપૂર પણ 60 અને 70ના દશકમાં ઘણી હિટ ફિલ્મો આપી ચૂકી હતી. બબીતાનું એ જ હુનર તેની બંને દીકરીઓ કરીના અને કરિશ્માને પણ મળ્યું છે. કરિશ્માએ તો 16 વર્ષની ઉમરથી જ બૉલીવુડમાં છવાઈ જવાય એવું કામ કર્યું હતું. ત્યારે તેમની આર્થિક સ્થિતિ સારી હતી નહીં. કરિશ્માને હિટ થવામાં બબીતાએ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે.

 

શર્મિલા ટાગોર અને સોહા અલી ખાન : શર્મિલા ટાગોરે 60થી 70ના દાયકામાં ઘણી હિટ ફિલ્મો આપી હતી. આરાધના, અમર પ્રેમ, સફર, દાગ, માલિક, ચુપકે ચુપકે તેમની કેટલીક ખાસ ફિલ્મો હતી. શર્મિલાની સુંદરતા અને અભિનય બંને વખણાય છે. તેણે દીકરી સોહા અલી ખાનને પણ આ ગુણો આપ્યા. જોકે સોહા બોલિવૂડમાં કોઈ મોટું નામ નથી બનાવી શકી. પરંતુ તેણે કરેલી તમામ ફિલ્મોમાં તેના અભિનયના ખૂબ વખાણ થયા.

 

શ્રીદેવી અને જાનહવી કપૂર : શ્રીદેવીને કોઇની પણ ઓળખાણની જરૂરત નથી. 50+ ઉમર હોવા છતાં પણ તેઓ ઘણી ફિલ્મોમાં એક્ટિવ હતી. જોકે તેમનું આકસ્મિક મૃત્યુ થઈ જાય છે. પણ મૃત્યુ પહેલા જ તેમણે દીકરી જહાનવીને ફિલ્મ અભિનયની ઘણી ચેલેન્જ શીખવી દીધી હતી. તેની પહેલી ફિલ્મ ‘ધડક’ના શુટ દરમિયાન તેમણે ઘણી ટિપ્સ આપી હતી અને સાંભળી પણ હતી.

 

અમૃતા સિંહ અને સારા અલી ખાન : અમૃતા સિંહ તેના સમયની સૌથી સક્ષમ અને પ્રતિભાશાળી અભિનેત્રી હતી. તેણે મર્દ, આયના, બેતાબ જેવી ઘણી હિટ ફિલ્મો આપી. અમૃતાને છૂટાછેડા આપ્યા પછી સૈફ ચાલ્યો ગયો, પરંતુ અમૃતાએ એકલા સારાની સારી રીતે કાળજી લીધી એટલું જ નહીં, તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ફિટ પણ બનાવી. સારાએ કેદારનાથથી ડેબ્યુ કર્યું હતું. આ પછી તે સિમ્બા, લવ આજ કલ 2 અને કુલી નંબર 1, અતરંગી રે જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. લોકો તેને માતાની કાર્બન કોપી પણ કહે છે.

Leave a Comment