જાણો કયો ધંધો? આ 10 ધંધો છે જે વગર રૂપિયા પૈસા કમાઈ શકીએ, જાણો કઈ રીતે?

કદાચ આતો મેનેજમેન્ટવાળા લોકોને વધુ ખબર હોય તો પણ હું અનુભવ સિદ્ધ હોય તેવા ધંધા કહું છું.

1. ટ્રેન માં ડબ્બા વાળા નો ધંધો.

2. અમદાવાદ મા કદાચ સિવિલ હોસ્પિટલમાં મફત ટિફિન સર્વિસ ચાલે છે. મને યાદ છે આ ટિફિન મોકલવવાળા જમવાનું મફત આપે છે. પરંતુ જે માણસ તે ટિફિન સાઇકલ ઉપર દવાખાના સુધી પહોંચાડે છે તે નજીવો કે પોસાય તેટલા રૂપિયામાં આ સેવા કરે છે.

3. આજ કાલ ઇન્ટરનેટનો જમાનો છે, તમે યુટ્યુબ ઉપર પોતાની કોઈ ચેનલ બનાવો તેમાં કોઈ વસ્તુ રેકમેન્ડ કરો. જેમકે ફલાણા નોંસ્ટીક તવા અને તેની લિંક નાખો. એ લિંક ઉપર જે ખરીધી કરશે તેના અમુક ટકા રૂપિયા તમને મળશે. એવું તો ઘણું બધું છે. તમે યુટ્યુબ ઉપર મોબાઈલ સર્ચ કરો તમને ઘણા બધા લિંક્સ મળી જશે.

4. મકાન લે વહેંચની દલાલી નો ધંધો. જે જગ જાહેર છે. વધુ કહેવાની જરૂર નથી.

5. દુકાનોમાં માલસામાન ઘરે પહોંચાડવા વાળા છોકરા. જે કારીયાણાની દુકાનમાં ખાલી માલસામાન ઘરે ઘરે પહોંચાડે છે.

6. પહેલા લોકો લગ્ન માટે છોકરી કે છોકરો બતાવતા ત્યારે પુણ્ય કમાતા આજ કાલ મેટ્રિમિનિયલ વેબસાઈટ પૈસા આ રીતે કમાય છે. ઘણી મેરેજબ્યુરો પણ આ રીતે પૈસા કમાઈ છે. તે માટે લાઇસનસ લેવું પડે કે નહિ ? એ ખ્યાલ નથી.

7. ખેત મજૂર પણ એક રીતે ધંધો છે

8. વેઈટર પણ એક રીતે ધંધો છે.

9. શિક્ષક, ઘરે બેસીને ટ્યુશન કરાવતી ગૃહિણીઓ.

10. ઇન્વેસ્ટમેન્ટ સલાહકાર. જે ઓનલાઈન હોય છે ને માત્ર સલાહ આપવાના પૈસા લે છે.

Leave a Comment