ભરૂચની સિવિલ હોસ્પિટલની 44 ડિગ્રી તાપમાનને લીધે મૃતદેહને સાચવવા માટે કોલ્ડસ્ટોરેજ બંધ આ બેદરકારીના કારણે 5 મૃતદેહ કોહવાઈ ગયા….

જ્યારે પણ કોઈ અકસ્માત થાય છે કે પછી કોઈપણ રીતે ક્યાંયથી પણ કોઈનો મૃતદેહ મળે છે તો તેની પર જરૂરી સરકારી કાર્યવાહી કરીને જય સુધી તેમની ઓળખાણ ના થાય ત્યાં સુધી તેને સન્માનપૂર્વક કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવે છે. પણ શું થાય જ્યારે આ બિનવારીસ મૃતદેહનું અપમાન થાય. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સરકારી ખાતાની બેદરકારી ફરીથી સામે આવી છે.

 

વાત છે ભરૂચની સિવિલ હોસ્પિટલની. અહિયાં 44 ડિગ્રી તાપમાનને લીધે મૃતદેહને સાચવવા માટે ખૂબ ઠંડી જગ્યાની જરૂરત હોય છે એવામાં અહિયાં આ મૃતદેહને સાચવવા માટે મૂકવામાં આવેલ કોલ્ડ સ્ટોરેજએ છેલ્લા ઘણા દિવસથી બંધ છે. આ વાતની હકીકત ત્યારે બહાર આવી જ્યારે એક એનજીઓ સાથે જોડાયેલ વ્યક્તિ આ બિનવારીસ મૃતદેહની અંતિમક્રિયા માટે અહિયાં આવે છે.

 

એ વ્યક્તિનું નામ ધર્મેશ છે જ્યારે તેઓ અહિયાં આવે છે તો જુએ છે કે કોલ્ડસ્ટોરેજ બંધ હાલતમાં છે. એટલે એ બંધ પેટીમાં મૂકવામાં આવેલ 5 મૃતદેહ એ ફ્રીઝર વગર એકદમ ડીકમ્પોઝ થઈ ગયા હતા. એ મૃતદેહ એટલી હદે ખરાબ થઈ ગયા હતા કે તેમને ઓળખવા પણ મુશ્કેલ થાય એમ હતું. આ બધા જ ફોટો એ વ્યક્તિએ હોસ્પિટલ મેનેજમેન્ટ સામે રાખીને તેમની લાપરવાહી જણાવી તો હોસ્પિટલ સ્ટાફ અને મેનેજમેન્ટે પોતાનો બચાવ કર્યો.

 

તેઓ જણાવે છે કે ફ્રીઝરના વાયર એ ઉંદર કાપી ગયા હતા જેથી ફ્રીઝર બંધ થઈ ગયું હતું. પણ પછી તેઓએ ક્યારેય આ કોલ્ડ સ્ટોરેજ પર ધ્યાન આપ્યું જ નહીં. આ તો એનજીઓ તરફથી આ વ્યક્તિ અંતિમ સંસ્કાર માટે આ મૃતદેહને લેવા આવ્યા ત્યારે બધી હકીકત સામે આવી. આ દિવસો દરમિયાન બંધ પેટીમાં રહેલ આ 5 મૃત દેહ સાવ કોહવાઈ ગયા હતા. આ શરીર એટલા બધા કોહવાઈ ગયા હતા કે તેમના ચહેરા ઓળખાતા હતા નહીં.

 

આવું થતાં પણ હોસ્પિટલ તંત્ર અને પ્રશાસન પોતાની ભૂલ માનતું નથી. તેઓ એ એવો જવાબ આપ્યો કે ઉંદરને લીધે વાયર કપાઈ ગયા હશે. આ પછી બધી વાતો અને ફોટો સામે આવતા જ પ્રશાસન દોડતું થયું હતું, કોલ્ડસ્ટોરેજમાં કામકાજ કરવાની શરૂઆત થઈ હતી. આશા રાખી કે હવે ક્યારેય પણ કોઈ અજાણ્યા વ્યક્તિના મૃતદેહ સાથે આવું ના થાય. તમારા વિચારો કોમેન્ટમાં જણાવો.

Leave a Comment