માત્ર પાંચ મીનીટ નુ મોડુ થતા પ્રવેશ મળ્યો નહીને વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યુ, જાણો આજના યુવકો સમય વેડફતા પેહલા ૩ મીનીટની કીમત…

સમય ની કીંમત તો આપણ ને ત્યારે જ થતી હોય છે જ્યારે એના લીધે આપણને નુકશાન થાય. ઘણી વખત એવુ બનતુ હોય છે કે પરીક્ષા મા વિદ્યાર્થી મોડા પહોંચે અને પેપર આપવાનુ ચુકી જતા હોય છે ત્યારે આખા વર્ષ ની મહેનતમાં પાણી ફરી જતું હોય છે . આવી જ એક ઘટના બની હતી જેમા એક વર્ષ ની નહી પરંતુ વર્ષો ની મહેનત પર પાણી ફરી વળ્યું હતું

રવિવારે REET ની પરીક્ષા લેવામા આવી હતી જેમા કેટલીક ઘટના એવી બની હતી જે જાણી ને આપણને સમયનું મૂલ્ય જાણવા મળશે. તો ઘણા વિદ્યાર્થીઓ અમુક કિસ્સા મા પાંચ અને ત્રણ મીનીટ માટે પરીક્ષા આપતા ચુકી ગયા હતા. અન્ય એક કેસમાં હોસ્પીટલ મા દાખલ પ્રગતી ઉત્તમ ને તેમના પરીવાર જનો દ્વારા સેન્ટ્રલ ગર્લ્સ સ્કૂલ લઇને પહોંચ્યા પણ કેન્દ્ર પ્રભારીએ પ્રવેશ આપવાની ના પાડી દીધી. અને ત્યાર બાદ તેમના પરીવાર જનો દ્વારા વિવિધ અધિકારીઓ ને વિનંતી અને પ્રવેશ આપવા માટે પ્રયાસ કરવામા આવ્યા અને પરિવારજનો દ્વારા દાખલ થવાનું સર્ટિફિકેટ પણ દેખાડ્યું પણ કોઇ ફાયદો થયો નહીં. ત્રણ મિનિટથી વધારે સમય સુધી તેમને આમતેમ રખડાવતા રહ્યા.

એક કેસમા યુવતી માત્ર પાંચ મીનીટ મોડુ થતા પ્રવેશ મળ્યો નહોતો. ગુજરાતના દાઉથી દમયંતી તંવર રીટની પરીક્ષા આપવા પહોંચી હતી. પરંતુ તેમનું કેન્દ્ર સરકારી સેન્ટ્રલ ગર્લ્સ સ્કૂલ કેન્દ્રમાં આવ્યું હતું જયાં સમયસર પહોંચી ગયા હતા પરંતુ પ્રવેશ પત્ર સાથે ના હોવાથી ઓનલાઇન પ્રવેશ પત્ર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ નીકળી શકયુ નહી અને બાદ મા બાઈક સવાર યુવકની મદદથી નગરા સ્થિત બહેનના ઘરેથી પ્રવેશ પત્ર લઇ આવ્યા પણ ત્યાં સુધીમાં ઘણો સમય પસાર થઈ ગયો હતો. તે પ્રવેશ માટે સ્કૂલના દરેક ગેટ પર ભટકતી રહી.

આમ માત્ર પાંચ મીનીટ નુ મોડુ થતા પ્રવેશ મળ્યો નહીને વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યુ હતુ. જ્યારે અન્ય એક કિસ્સા મા REET ની પરીક્ષા આપવા જઈ રહેલા રાજસ્થાન મા પાંચ યુવકો રોડ એકસીડન્ટ મા કરુણ મોત નિપજયા હતા.અને તેમણે પોતાની જાન ગુમાવી હતિ.

Leave a Comment