ભાજપ શાસિત નગર પાલિકામાં એક સાથે 22 સભ્યોએ રાજીનામા આપતા હલચલ મચી ગય છે. બોટાદ નગરપાલિકાના વિવિધ સમિતિ અને ચેરમેનોએ નગરપાલિકા ઈન્ચાર્જ ચીફ ઓફિસરને રાજીનામા સોંપી દેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
બોટાદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની શાસક પક્ષમાં છે . સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન, ગટર સમિતિ ચેરમેન, શાસક પક્ષ નેતા અને દંડક સહિત વિવિધ સમિતિના 22 સભ્યોએ લેખિતમાં રાજીનામાં સોંપ્યા હતા.
નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન અને ઉપ પ્રમુખ મનમાની અને ભ્રષ્ટાચાર કરતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન રાજીનામાં આપે તેવી સભ્યો દ્વારા માંગ ઉઠાવાઈ છે.
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતોને મનાવવા મોટી જાહેરાત કરી છે. ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી હતી કે, ખેડૂતોને સિંચાઈ માટે 31મી માર્ચ સુધી પાણી પૂરું પાડવામાં આવશે.