2022 નું બજેટ રહ્યું નિરાશાજનક : મધ્યમ વર્ગના લોકો માટે છે આફત સમાન ;ક્રિપ્ટો કરન્સીમાંથી કમાણી પર લાગશે 30% જેટલો ટેક્સ

દેશનો મધ્યમ વર્ગ ફરી એકવાર રાહ જોતો રહ્યો. બજેટમાં ટેક્સ સ્લેબમાં ફેરફારની આશા રાખતા મધ્યમ વર્ગને નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટમાંથી કંઈ મળ્યું નથી.

નાણામંત્રીએ સરકારને ટેકો આપવા બદલ કરદાતાઓનો ચોક્કસપણે આભાર માન્યો, સાથે જ મહાભારતનો એક શ્લોક વાંચ્યો અને કહ્યું કે સરકાર માટે ટેક્સ વસૂલવો શા માટે જરૂરી છે?

दापयित्वाकरधर्म्यंराष्ट्रनित्यथाविधा।
अशेषान्कल्पयेद्राजायोगक्षेमानतन्द्रितः ॥११॥

એટલે કે, ‘રાજાએ રાજધર્મ પ્રમાણે શાસન કરીને, કોઈ પણ પ્રકારની શિથિલતા કર્યા વિના અને ધર્મ પ્રમાણે કર વસૂલ કરીને પ્રજાના યોગક્ષેમ (કલ્યાણ)ની વ્યવસ્થા કરવી જોઈએ.’

નિર્મલા સીતારમણે કહ્યું, “અમારા પ્રાચીન ગ્રંથોમાંથી જ્ઞાન અને માર્ગદર્શન મેળવીને, અમે પ્રગતિના પંથે ચાલવાનું ચાલુ રાખ્યું છે.
વર્ચ્યુઅલ કરન્સીને લઈને આ બજેટમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ક્રિપ્ટો કરન્સીથી થતી આવક પર 30% ટેક્સ લાગશે. આ સિવાય બ્લોકચેન અને અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ કરન્સી પણ જારી કરવામાં આવશે. જે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવશે.

નાણામંત્રીએ બજેટમાં કમાણીના વર્ગને રાહત આપવાની કોઈ મોટી જાહેરાત કરી નથી. કોરોના વાયરસની મહામારીને કારણે ઘણી નોકરીઓ છીનવાઈ ગઈ છે.

પગાર કાપનો ભોગ બનેલા લોકોની સંખ્યા પણ મોટી છે. નાના ઉદ્યોગો મુશ્કેલીમાં છે. ડાયરેક્ટ ટેક્સમાં કોઈ રાહત ન હોવાથી નોકરિયાત વર્ગ નિરાશ થયો હતો.

મધ્યમ વર્ગ માટે ઘર ચલાવવાનું મુશ્કેલ બની રહ્યું છે, પરંતુ બજેટની જાહેરાતોમાં તેમના માટે કંઈ જ નહોતું. મધ્યમ વર્ગ આવકવેરામાં રાહતની અપેક્ષા રાખતો હતો, પરંતુ તેમ પણ ન થયું.

Leave a Comment