તાજેતરમાં જ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 પરિક્ષાની તારીખ જાહેર કરાઇ, 28 માર્ચથી પરીક્ષા થશે સારું, જાણો કઈ તારીખે ક્યાં વિષયનું પેપર લેવામાં આવશે…

ગુજરાતમાં બોર્ડની પરિક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. તાજેતરમાં જ ગુજરાત બોર્ડ દ્વારા પરિક્ષાની તારીખ જાહેર કરાઇ છે.

કોરોનાને કારણે આ વર્ષે પણ મોટા ભાગના વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરવો પડ્યો હતો. પરંતુ નવી ગાઇડલાઇન મુજબ શાળાઓ દ્વારા 100 ટકા ઓફલાઈન શિક્ષણ શરૂ કરીને ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવાયુ છે.

28 માર્ચથી 12 એપ્રિલ સુધી બોર્ડની પરિક્ષા લેવામાં આવશે. ટૂંક સમયમાં ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ આપી દેવાશે. તો હાલ ફક્ત પરીક્ષાની તારીખ જ જાહેર કરવામાં આવી છે જેથી વિધાર્થીઓ સમયસર તેની તૈયારીઓ શરૂ કરી શકે.

થીયરીની પરીક્ષા માટે જે સેન્ટર નક્કી કરવામાં આવશે ત્યાજ પ્રેક્ટીકલની પરીક્ષા પણ લેવામાં આવશે . 12 સાયન્સ પ્રેકટીકલની પરીક્ષાઓ માટે પણ પરિપત્ર બહાર પાડ્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાની તારીખો જાહેરાત કરવામાં આવી છે. માર્ચ મહિનાના અંતે શરૂ થનાર પરીક્ષા એપ્રિલના બીજા સપ્તાહ સુધી ચાલશે.

Leave a Comment