ઓમ શાંતિ: કાકા અને ભત્રીજી દરિયામાં નાહવા માટે ગયા, 17 વર્ષની ભત્રીજી ડુમ્મસ દરિયા માં ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું…

પોતાના કાકા સાથે ફરવા ગયેલા ભત્રીજી ડુમ્મસ દરિયા માં નાહવા પડ્યા બાદ ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ આ ભત્રીજી ની દરિયામાં શોધખોળ કરવામાં આવી હતી અને વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ જતા ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી હતી. રામપુર જાન માં રહેતા મહેશ સોલંકી નામ કારખાનામાં સફાઈ કર્મચારી તરીકે કામકાજ કરે છે. તેમજ છોકરી 17 વર્ષની જે ધોરણ ૧૧માં અભ્યાસ કરતી હતી.

 

મોટું મોજું આવતા દરિયામાં ખેંચાઈ ગઈ

રવિવારના દિવસે મહેશ અને તેમના ભાઈ જીગ્નેશ પોતાના પરિવાર સાથે ડુમ્મસ ગણેશ બીચ ઉપર ફરવા માટે ગયેલા હતા. બપોરના સમયે કાકા અને ભત્રીજી દરિયામાં નાહવા માટે ગયા હતા. પરંતુ દરિયામાં મોજા આવવાના કારણે તે અંદરની બાજુ ખેંચાયા હતાં. કાકા જીગ્નેશભાઈ એ પોતાનો સ્વબચાવ કરી લીધો હતો.

 

17 વર્ષની છોકરી ને મૃત જાહેર કરી

જ્યારે આ 17 વર્ષની રોશની પાણીના અંદર ખેંચવા લાગી હતી ત્યારે કાકા જીગ્નેશ ખૂબ જ બૂમો પાડી હતી. ઘટનાસ્થળ પર સ્થાનિક લોકો આવી જતા આ છોકરી ની શોધખોળ ચાલુ કરવામાં આવી હતી. 20 મિનિટ પછી આ છોકરી ની લાશ મળી આવી અને વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ તેને મૃત ઘોષિત કરવામાં આવી હતી.

Leave a Comment