પહેલા ના દાયકાના બોલીવુડ ની વાત કરીએ તો તે ખુબ જ શાનદાર હતું, બોલીવુડ સિનેમા માં 60 અને 70 ના દાયકામાં એક ખુબસુંદર અભિનેત્રી હતી, જે ફક્ત પોતાના દેખાવ નહિ પરંતુ પોતાની એક્ટિંગ માટે પણ ઓળખાતી હતી. અમે વાત કરી રહ્યા છીએ અમારા જમાના ની ટોપ અભિનેત્રી સાધના વિશે. સાધના એ વર્ષ 1960 માં બોલિવુડ માં ડેબ્યુ કર્યું હતું . તેમની ડેબ્યુ ફિલ્મ ‘લવ ઇન શિમલા’ હતી.
પોતાની જ પહેલી ફિલ્મ માં અભિનેત્રી સાધના એ પોતાની હેર સ્ટાઈલ થી દર્શકો ને પોતાના દિવાના બનાવ્યા હતા. સાધનાએ થોડીક જ ફિલ્મો મા કામ કર્યા બાદ પોતાની પહેલી ફિલ્મના ડાયરેક્ટર આર.કે. નય્યર (આર કે નૈયર) સાથે 16 વર્ષ ની ઉંમર મા લગ્ન કરી લીધા હતા.
ત્યારબાદ તેની સાથે તેણે ઘર વસાવી લીધું હતું. સાધના પરદા સામે જેટલી મોટી અભિનેત્રી હતી જેટલી સફળ તેની એક્ટિંગ નું કરિયર હતું એટલું જ તેમનું અંગત જીવન અસફલ અને દર્દ ભર્યું રહ્યું હતું. સફળ અને મોટી અભિનેત્રી હોવાના કારણે તે સમયે સાધના ઘણી હિટ ફિલ્મોમાં એક સાથે કામ કરી રહી હતી, તેની સાથે જ તેનું અંગત જીવન પણ આરામથી ચાલી રહ્યું હતું
પોતાના પીક પર સાધના ની પાસે મેરા સાયા, રાજકુમાર, મેરે મહેબૂબ અને વો કોન થી જેવી ઘણી સારી ફિલ્મો હતી આ દરમિયાન થોડા વર્ષો પછી સાધનાના પતિ આર.કે નૈયરના ખરાબ દિવસો ચાલુ થયા હતા. સાધનાના પતિ આર.કે. ન્ય્યુર એ જિંદગી કેટલી હસીન છે અને ‘આઓ પ્યાર કરે’ જેવી 2 મોટી બજેટની ફિલ્મી પ્રોડ્યુસ કરી છે.
તે બંને ફિલ્મોમાં તે ખૂબ જ આશા થી પૈસા લગાવ્યા હતા. પરંતુ કિસ્મતની સાથે ના હોવાથી બંનેની ફિલ્મો ફ્લોપ થઈ હતી . તેનું પરિણામ એ આવ્યું કે સાધનાના પતિ આર કે નયર પૂરી રીતે કર્જા માં દબાય ગયાં .તણાવના કારણે આર ને અસ્થમા જેવી બિમારી ઓ એ ઘેરી લિધા હતા,
એવા માં તેની પાસે પૈસા પણ નહોતા વધ્યા તો અહી તે તેની બીમારીથી પણ પરેશાન હતા. આર.કે એક પરેશાન થઈને સાધનાને કહ્યું હતું કે તે હંમેશા મારો સાથ આપ્યો છે, મને પ્રેમ કર્યો છે, પરંતુ જો મારું મૃત્યુ થયું તો તારા જીવનમાં ખૂબ જ પરેશાનીઓ આવી જશે, કારણ કે મારું બધું જ દેવું તારે ચૂકવવું પડશે. પતિના મોઢે થી આવી વાત સાંભળીને સાધના એ કહ્યું હતું કે તમે આવું શા માટે વિચારો છો અને બોલો છો,
શું ખબર તમારા પહેલા હું આ દુનિયા છોડીને ચાલી જાવ, તેની આ વાત પરથી ના પતિએ કહ્યું હતું કે જો એવું થયું તો આ ઘરમાંથી એક નહીં પણ બે લાશ જશે. તેના થોડા દિવસો બાદ જ આર.કે નાયર મુત્યું થયું હતું . ૧૯૯૫માં પતિના નિધન પછી સાધના એકલી પડી ગઈ હતી. તેઓને પણ થાઇરોઇડની બીમારી થઈ હતી.
તેના ઈલાજ માટે તે અમેરિકા ચાલી ગઈ હતી. આ દરમિયાન તેની આંખોની રોશની પણ ચાલી ગઇ હતી. તેઓએ પોતાના અંતિમ સમયમાં ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. જણાવી દઈએ કે સાધના નો જન્મ 2 સપ્ટેમ્બર ૧૯૪૧ માં પાકિસ્તાનના કરાચીમાં થયો હતો. તેનો સંબંધ કપૂર પરિવાર સાથે પણ હતો. તેઓના પિતા કરીના કરીશમાં કપૂરની માતાના પિતા ના મોટા ભાઈ હતા.