સોનાલી બેન્દ્રે આજે બોલિવૂડ જગતમાં દરેક ઇન્ડસ્ટ્રીમાં કામ કરેલું છે. ફક્ત હિન્દી જ નહિ પરંતુ મરાઠી તેમજ સાઉથની અનેક મુવીમાં તેમણે પોતાનું સુંદર કામ કરી બતાવ્યું છે અને આજે દરેક લોકો ને એમનું કામ ખૂબ જ પસંદ આવ્યું છે. સોનાલી સોશિયલ મીડિયા ઉપર ખુબજ એક્ટિવ જોવા મળતી હોય છે. સોનાલી દ્વારા કેટલાક ફોટા સોશિયલ મીડિયા ઉપર શેર કરવામાં આવ્યા હતા જે ફોટા 16 વર્ષ જૂના હતા.
સોનાલીએ તેના કેટલાક ફોટા ચાહકો માટે શેર કર્યા હતા. સોનાલી હોલિવૂડ એક્ટર bronson સાથે જોવા મળી રહી છે. જેમ્સ બોન્ડ ના રોલ માટે આ વ્યક્તિ ખૂબ જ લોકપ્રિય બન્યો છે. ફોટામાં નજર આવતી સોનાલી ખૂબ જ સુંદર જોવા મળી રહી છે તેમજ તેમના વાર ખુલ્લા રાખેલા છે. ત્યારે કેટલાક બીજા ફોટા પોતાના પતિ સાથે શેર કર્યા છે જ્યારે 16 વર્ષ પહેલા પહેર્યો હતો તે જ ડ્રેસ માં ફરીથી સોનાલી જોવા મળી છે.
સોનાલીએ ફોટા શેર કરતા જણાવ્યું કે દિવસે-દિવસે ખૂબ જ બદલાવ આવે છે. તેમજ સોનાલી કહે છે હું આ ડ્રેસમાં એકદમ ફિટ લાગું છું 16 વર્ષ પહેલાં પણ મને એડ્રેસ આટલો જ ફીટ લાગતો હતો.
આ ફોટામાં બોલિવૂડ સ્ટાર અભિષેક બચ્ચન થી લઇ ને તબુ સહિત અનેક લોકોએ કોમેન્ટો કરી હતી તો કેટલાક લોકોએ કહ્યું કે સૌર વર્ષ સુધી આ ડ્રેસ કઈ રીતે સાચવી શક્યા.
1 વર્ષ પહેલા સોનાલી એક રિયાલિટી શોમાં જોવા મળી હતી. તે સમય દરમિયાન તેમને વીસ વર્ષ જૂનું જેકેટ પહેર્યું હતું. તેમનું માનવું છે કે કેટલીક વસ્તુઓ જીવનમાં સાચવીને રાખવી જોઈએ જે આપણને આપણા ભૂતકાળની યાદ અપાવે છે.