પાટીલએ રમી રાજરમત; વિધાનસભાની ચૂંટણી પેહલા 14 નિગમ ચેરમેનઓ આપ્યું રાજીનામું, રૂપાણીના ખાસ ગણાતા નેતાઓનો પણ થાય છે સમાવેશ…

રાજ્ય સરકારના બોર્ડ નિગમમાં નવી નિયુક્તિઓના સંકેત મળી રહ્યા છે. કુલ 78 બોર્ડ નિગમમાં આગામી સમયમાં ફરીથી પદ સોંપણી થઈ શકે છે જેના માટે અત્યારથી જ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ચેરમેનો સાથે મુલાકાત લેવાની ચાલુ કરી લીધી છે.

ત્યારે બોર્ડ નિગમમાં અવધિ પૂર્ણ થતાં હાલ 14 જેટલા રાજીનામાં તો અપાઈ ચૂક્યા છે આગામી દિવસોમાં વધુ રાજીનામાં લેવાય તેવી સંભવનાઓ છે.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા આગામી તૈયારી કરવામાં આવી છે. તો બીજી તરફ સરકારે બોર્ડ નિગમના ઘણા અધ્યક્ષ અને ચેરમેનના રાજીનામાં માગવામાં આવ્યા છે.

ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને રાજીનામું આપ્યું છે.

જ્યારે મહિલા આયોગના લીલાબહેન આકોલિયાંનું રાજીનામું લેવાયું છે. બિન અનામત આયોગના ચેરમેન વિમલ ઉપાધ્યાયે પણ રાજીનામું સોંપ્યું છે.

ખાલી પડેલા બોર્ડ નિગમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ધારણા પ્રમાણે સોંપણી કરી દેવામાં આવશે. તમામમાં બોર્ડ-નિગમમાં પણ નો-રિપિટ થિયરી નો ઉપયોગ થશે.

આજે પાટીલે મોટી રાજનીતિ રમીને ૧૦ જેટલા બોર્ડ નિગમોમાં ભાજપના આગેવાનો ચેરમેનપદે છે તેમને તાત્કાલીક રાજીનામા સોપવા આજે કમલમ્ ખાતે બોલાવી સૂચના આપી હતી. તેમાંના મોટાભાગનાએ રાજીનામા સોંપી દીધા છે.

જે ગાંધીનગર હાજર નહોતા તેમના રાજીનામા ગણત્રીની કલાકોમાં મુખ્યમંત્રીને પહોંચાડી દેવામાં આવશે. આમાં રૂપાણીના ખાસ ગણાતા નેતાઓનો પણ સમાવેશ થાય છે.

Leave a Comment