સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવામાં ફરી લોકોના ગુસ્સામાં વધારો કરતી ઘટના બની હતી. 12 વર્ષની માસૂમ બાળકી સાથે અજાણ્યા નરાધમે ખરાબ કૃત્ય કર્યું હતું.
બાળા ને બીજા રૂમમાં લઈ ગયા બાદ તેના ઉપર દુષ્કર્મ આચરી ગંભીર હાલતમાં મૂકીને રૂમને બહારથી તાળું મારી ભાગી ગયો હતો. પરિવારે બાળાને ગોતીને સરવાર માટે લઈ ગયા હતા પણ ઘણું મોડું થઈ ગયું હતું.
આ અમાનવીય કૃત્યમાં માસૂમ બાળાનું મૃત્યુ થયું હતું. હાલ બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જ નથી. ગ્રીષ્મા હત્યા પ્રકરણનો કેસ બદલ્યો નથી તો પલસાણા તાલુકાના જોળવા વિસ્તારમાં રવિવારના રોજ ઔદ્યોગિક એકમોની આસપાસના પરપ્રાંતીય વિસ્તારમાં સાઈબા મિલની સામે આવેલ એક બિલ્ડિંગમાં ભાડેથી રહેતા પરિવારમાં બે બાળકીઓ હતી.
રવિવારે બે બાળા ઘરે એકલી હતી અને માતાપિતા નોકરી ઉપર ચાલ્યા ગયા હતા. સાંજના સમયે 7 વર્ષની બાળા બિસ્કિટ લેવા માટે બાજુની દુકાને હતી. ત્યા
રે મોટી દીકરીને અજાણ્યો નરાધમ આ બાળકીને ત્યાંથી આજ બિલ્ડીંગના અન્ય એક બંધ રૂમમાં લઈ ગયો હતો. હવસખોરોએ માસૂમ બાળાની ખરાબ હાલત કરી નાખી હતી.
બાળકી લોહીલુહાણ હાલતમાં તડપતી રહી અને રાક્ષસ બાળકીને રૂમમાં બેભાન અવસ્થામાં મૂકીને ઉપરથી તાળું મારીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. સાંજે બાળકીના માતાપિતા આવતા બાળકી નજરે નહિ પડતા તેને ગોતવા મંડ્યા.
એક અવાવરું રૂમને તાળું નજરે પડતા પરિવારે રૂમનું તાળું તોડીને જોતા બાળકી લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી.
જેથી સારવાર માટે કડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં મોડું થઈ જતા માસૂમ બાળકીનું મૃત્યુ થઈ ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં સુરત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કેસ કરી વધુ તપાસ હાથ ધરી છે.