સેક્સટૉર્શન ગેંગે ૧૦૦ થી વધારે સેલિબ્રિટીઓને બનાવી હતી શિકાર, મુંબઈ સાયબર સેલે કર્યો તેનો પર્દાફાશ

મુંબઈ ના સાયબર સેલે સેક્સટૉર્શનનો શિકાર બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે તેને 100 થી વધારે સેલિબ્રિટીઓને તેમાં શિકાર કર્યા છે. અને તે સેલેબ્સને પોતાની જાળમાં ફસાવતા હતા. અને આ ગેંગ માં એક સગીર પણ સામીલ હતી. અને રશ્મી કરંડીકરે જણાવ્યું કે આ ગેંગે અત્યાર સુધી માં 285 લોકો ને શિકાર બનાવ્યા છે. અત્યારે એ લોકોના ઈલેક્ટ્રોનિક ગેજેટ અને તેમના મોબાઈલ ફોન ની તપાસ ચાલુ છે. ગુજરાત, નાગપુર, ઓડીશા અને ઉતરપ્રદેશ માંથી આ ગેંગ ની ધરપકડ કરી છે.

તો ચાલો આપણે જાણીએ કેવી રીતે બનાવતા હતા શિકાર. સાયબર સેલે જણાવ્યું કે આ આરોપી સોશ્યલ મીડિયા માં છોકરીઓ ના નામના ફેક એકાઉન્ટ બનાવતા હતા અને તેમાં છોકરાઓ ને લલચાવતા હતા. તેમાં મોટેભાગે અમીર લોકો જ હતા. અને પછી જણાવ્યું કે આ ગેંગે ફેક ઈમઈલ આઈડી અને 12 જેટલા ફેક એકાઉન્ટ  બનાવ્યા હતા.

આ ફેક આઈડી નો ઉપયોગ કરીને લોકો સાથે મિત્રતા કરવામાં આવતી હતી અને તેમની લાંબી પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ સામેવાળાનો વિશ્વાસ જીતવા માટે 6 મહિના સુધી દોસ્તી રાખતા હતા અને પછી સારી મિત્રતા થઇ જાય એટલે વીડીયો કોલ કરતા હતા અને ત્યાર પછી સામેવાળાને કપડા કાઢવાનું કહેવામાં આવતું અને પછી તેઓ તેનો સ્ક્રીનશોટ લઇ ને તેમને બ્લેક મેઈલ કરતા હતા.

આ ગેંગે 100થી વધારે સેલિબ્રિટીઓને પણ પોતાનો શિકાર બનાવી લીધો છે. આ ગેંગે મહિલા અને પુરુષ બંને ને પોતાનો શિકાર બનાવ્યો છે અને તેમાં બોલીવુડના અભિનેતા પણ સામેલ થઇ ચુક્યા છે. આ ગેંગે મોટાભાગે ઈન્સ્ટાગ્રામ નો જ ઉપયોગ કરે છે અને લોકો ને પોતાનો ટાર્ગેટ બનાવે છે અને પોતાની જાળ માં ફસાવે છે.

અને વધુમાં આરોપી એ જણાવ્યું કે લોકોના વીડિઓ ના આધારે તેને ટાર્ગેટ કરીને બ્લેકમેઇલ કરીને પૈસા વસુલતા હતા. અને પછી તેઓ તે વીડિઓ ને વેચતા પણ હતા. અને પછી તેઓ તે વીડિઓ ને પોસ્ટ કરતા હતા અને જે લોકો ને આ વિડીયો જોવો હોય તે ડાઈરેકટ તેમને મેસેજ કરતા અને પછી તે વીડિઓ જોવાના ચાર્જ પણ લેતા હતા આવી રીતે તેઓ પૈસા કમાતા હતા.

અને વધુ તપાસ માં એ પણ જાણવા મળ્યું કે પૈસાની લેવડદેવડ માટે નેપાળ માં રહેલ બેંક ના એક ખાતા નો ઉપયોગ કરતા હતા. અને આ પૈસા છુપાવવા માટે નેપાળની બેન્કનો પણ સહારો લેતા હતા. અને તેમને ખબર હતી કે જો પોલીસ ને ખબર પડશે અને તેમાય બેંક એકાઉન્ટ ભારતનું હશે તો તેને પૈસા નહિ મળે એટલે તેમને નેપાળ ની બેંક નો સહારો લીધો હતો.

 

Leave a Comment