1 જુનથી થવા જઈ રહ્યા છે ઘણા ફેરફાર, જેની સીધી અસર પડશે સામાન્ય જનતાના ખિસ્સા પર, જાણો વિગતવાર….

આગામી થોડા દિવસોમાં જ મે મહિનો પૂરો થશે અને જૂન મહિનો શરૂ થશે. દર મહિનાની 1લી તારીખથી ઘણા ફેરફારો થતા હોય છે. આ વખતે પણ 1 જૂનથી ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા અને જીવન પર પડશે. ચાલો તમને જણાવીએ કે જૂન મહિનામાં કયા-કયા ફેરફારો થવાના છે જેના કારણે તમારું જીવન પણ પ્રભાવિત થશે.

ઈલેક્ટ્રીક ટુ વ્હીલર મોંઘા થશે

જો તમે જૂનમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારો ખર્ચ વધવાનો છે. કારણ કે સરકારે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર આપવામાં આવતી સબસિડીના નિયમ 1 જૂન 2023 થી બદલ્યા છે અને સબસિડી ઘટાડીને 10,000 રૂપિયા પ્રતિ kWh કરી દીધી છે.

આ રકમ પહેલા 15,000 હતી. સરકારનો આ આદેશ 1 જૂન 2023થી અમલમાં આવશે. તેનો અર્થ એ છે કે 1 જૂન પછી સબસિડીમાં ઘટાડો થવાને કારણે ઇલેક્ટ્રિક બાઇક અથવા સ્કૂટર ખરીદવા પર 25 થી 30 હજાર રૂપિયા વધારે ખર્ચ થશે.

ગેસ સિલિન્ડરની કિંમત

દર મહિનાની શરૂઆતમાં એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થાય છે. ગેસ કંપનીઓએ એપ્રિલ અને મે મહિનામાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો હતો. જો કે માર્ચથી 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. માર્ચ 2023માં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે આ ભાવ સ્થિર રહે છે કે ઘટે છે.

CNG-PNG ભાવ

દર મહિનાની 1 તારીખથી PNG-CNGના ભાવમાં પણ ફેરફાર થાય છે. પેટ્રોલિયમ કંપનીઓ દિલ્હી અને મુંબઈમાં તેમની કિંમતોમાં ફેરફારો કરે છે. આ વખતે પણ CNG-PNGની કિંમતમાં ફેરફાર થઈ શકે છે.

એપ્રિલમાં દિલ્હી-એનસીઆરમાં CNG-PNGની કિંમતમાં ઘટાડો થયો હતો જ્યારે મે મહિનામાં ભાવ સ્થિર હતો. જો કે હવે જૂનમાં સીએનજી-પીએનજીના ભાવ શું હશે તે આગામી દિવસોમાં ખબર પડશે.

Leave a Comment